મહીસાગર: હાલોલ શામળાજી હાઇવે ઉપર વડાગામ પાસે કારને અકસ્માત નડ્યો છે. ઇકો કારમાં સવાર સાત લોકોમાંથી બેના મોત થયા છે તો ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા રિફર કરાયા છે. ઇજાગ્રસ્તોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનનાર પરિવાર રાજસ્થાનથી સુરત જઈ રહ્યો હતો. અચાનક સ્વાન આવી જતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કાર પલટી ખાઈને રોડની સાઈડ ઉપર ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કુચડો વળી ગયો હતો.


સુરતમાં પીસીબી પોલીસે બોલાવ્યો સપાટો


ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. દારુબંઘીને લઈને અનેક સવાલો ઉઠી ચૂક્યા છે. આજે ફરી સુરતમાં મોટી માત્રામાં દારુનો જથ્થો મળી આવ્યો છે. પીસીબી પોલીસને મોટી સફળતા મળી છે. દારૂના ગોડાઉન પર પીસીબીએ રેડ કરી 256 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પાર્ક કરેલ અગલ અગલ 4 ફોર વ્હીકલ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે 6 આરોપીને દબોચી લીધા છે.


વિદેશી દારૂની અંદાજે કિંમત 11 લાખ રુપિયા આંકવામાં આવી


ખટોદરા નવજીવન સર્કલ નજીક આ દારુનો જથ્થો મળી આવ્યો છે. નવ સર્જન ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી પ્લોટ નંબર 105ના પહેલા માળે આવેલ ગોડાઉનમાંથી તેમજ આજુબાજુમાં જગ્યાએથી દારુ મળી આવ્યો છે. 256 વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી છે. વિદેશી દારૂની અંદાજે કિંમત 11 લાખ રુપિયા આંકવામાં આવી છે. ચાર ટેમ્પો સાથે મળીને કુલ 26 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.


હવામાન વિભાગની મોટી આગાહી


ઉત્તર ભારત સહિત દેશના તમામ રાજ્યોમાં ટૂંક સમયમાં ગરમીથી રાહત મળવાની છે. રાજધાની દિલ્હીમાં ગત દિવસોમાં પડેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ થોડા દિવસોમાં વાતાવરણ વધુ ખુશનુમા બનવાનું છે. ખરેખર, IMD એ આજે ​​ચોમાસાને લઈને એક અપડેટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાનું આગમન જૂનમાં થશે. મજબૂત થયા બાદ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચશે. IMDએ કહ્યું કે 1 જૂન પહેલા ચોમાસાની શરૂઆત થવાની આશા નથી. જો કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.