સુરત: ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. દારુબંઘીને લઈને અનેક સવાલો ઉઠી ચૂક્યા છે. આજે ફરી સુરતમાં મોટી માત્રામાં દારુનો જથ્થો મળી આવ્યો છે. પીસીબી પોલીસને મોટી સફળતા મળી છે. દારૂના ગોડાઉન પર પીસીબીએ રેડ કરી 256 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પાર્ક કરેલ અગલ અગલ 4 ફોર વ્હીકલ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે 6 આરોપીને દબોચી લીધા છે.
ખટોદરા નવજીવન સર્કલ નજીક આ દારુનો જથ્થો મળી આવ્યો છે. નવ સર્જન ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી પ્લોટ નંબર 105ના પહેલા માળે આવેલ ગોડાઉનમાંથી તેમજ આજુબાજુમાં જગ્યાએથી દારુ મળી આવ્યો છે. 256 વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી છે. વિદેશી દારૂની અંદાજે કિંમત 11લાખ રુપિયા આંકવામાં આવી છે. ચાર ટેમ્પો સાથે મળીને કુલ 26 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
હવામાન વિભાગની મોટી આગાહી
ઉત્તર ભારત સહિત દેશના તમામ રાજ્યોમાં ટૂંક સમયમાં ગરમીથી રાહત મળવાની છે. રાજધાની દિલ્હીમાં ગત દિવસોમાં પડેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ થોડા દિવસોમાં વાતાવરણ વધુ ખુશનુમા બનવાનું છે. ખરેખર, IMD એ આજે ચોમાસાને લઈને એક અપડેટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાનું આગમન જૂનમાં થશે. મજબૂત થયા બાદ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચશે. IMDએ કહ્યું કે 1 જૂન પહેલા ચોમાસાની શરૂઆત થવાની આશા નથી. જો કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.
જૂનમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતના મોટાભાગના વિસ્તારોમાં જૂનમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.
IMD એ પણ કહ્યું કે જૂનમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે.
જૂનમાં વરસાદ સામાન્ય કરતાં 92 ટકા ઓછો હોઈ શકે છે.
જો કે, અંદાજિત 96 ટકા વરસાદ સાથે આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે એમ પણ કહ્યું કે અલ નીનો હોવા છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહી શકે છે અને તે સપ્ટેમ્બર સુધીમાં સમાપ્ત થઈ શકે છે.
ગુજરાતમાં કહેવો રહેશે વરસાદ
આ સાથે જ મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ હવામાન મહત્તમ તાપમાનમાં 2-3 ͦ C નો ધીમે ઘટાડો થવાની સંભાવના છે. ત્યાર પછી આગામી 2 દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી.
હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહશે. વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 28 અને 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ, ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.