Accident:અરવલ્લી શામળાજી અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકનો કરૂણ મૃત્યુ થયા છે. એક ભયંકર અકસ્માતમાં સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકને અડફેટે લેતા બાઇકમાં સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજા પહોંચતા ત્રણેયના કમકમાટીભર્યો મોત નિપજ્યાં હતા. દુર્ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે સ્થાનિકો રોષે ભરાયા હતા અને મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો. સર્વિસ રોડ પર પુરપાટ ઝડપે જતા વાહનો પર રોક લગાવવાની માંગ કરી હતી. કલાકો સુધી હાઇવે બ્લોક કર્યા બાદ પોલીસની સમજાવટ બાદ લોકોને ત્યાંથી હટાવવા શક્ય બન્યાં હતા. જિલ્લા એલસીબી,એસઓજી,શામળાજી પોલીસે લોકોને સમજાવીને રસ્તેથી દૂર કરીને મામલો થાળે પાડ્યો હતો. ત્રણ યુવકોના મોત મામલે ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
શામળજી નજીક એક અન્ય અકસ્માત પણ સર્જાયો હતો જો કે સદભાગ્ય એસટી બસના આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. અમદાવાદ- બાંસવાડા બસ નેશનલ હાઇવે રોડ પરથી સાઇડમાં જતી રહ્તાં ખાબકી હતી. બસમાં સવાર મુસાફરોને નાનીમોટી ઈજાઓ થતા 108 મારફતે શામળાજી હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. અકસ્માત બાદ શમાળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ કેડિલા કંપનીમાં મહિલાનું મોત
અમદાવાદના ધોળકા નજીક કેડિલા કંપનીમાં પણ એક દુર્ઘટના બની હતી જ્યારે એસિડના પદાર્થથી તીવ્ર ગંધથી ત્રણ વ્યકિત બેભાન થઇ ગઇ હતી. બેભાન થયેલા ત્રણ વ્યકિત પૈકી એક મહિલાનું મૃત્યુ થયું હતું. મહિલા વોશરૂમમાં ગયા બાદ બેભાન થઈ ઢળી પડી હતી. અન્ય એક પુરૂષ અને મહિલાને સારવારમાં હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટનાને લઇને એસિડ જેવા પદાર્થની તીવ્ર દુર્ગંધના કારણે બનાવ બન્યાનું તારણ સામે આવ્યું છે.
ભરૂચના કવિઠામાં પોલીસના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાનો આરોપ
ભરૂચના કવિઠામાં પોલીસના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાનો આરોપ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડિલેગેશને મૃતક યુવકના પરિજનોની મુલાકાત કરી હતી. કોંગ્રેસના આદિજાતિ સેલના ચેયરમેન રાજેન્દ્ર પારઘી સહિતના આગેવાનો પણ સાથે પહોંચ્યા છે. ઘટનાને લઇને જવાબદાર પોલીસકર્મચારીઓને ડિસમીસ કરવાની કોંગ્રેસેની માગ ઉઠી છે. રાજેન્દ્ર પારઘીએ જણાવ્યું કે ગુજરાતના આેદિવાસીઓ પર અવારનવાર અત્યાચાર થાય છે,નબીપુર પોલીસના PI સહિત ત્રણ પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે