Rain forecast:ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા  ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકાયતા છે. સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે.  વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે  અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ.  ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. 


આજે સવારથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતાં હોડિગ્શ અને અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. 45 મિનિટની મેઘરાજાની ધુવાધાર બેટિંગે અનેક રસ્તા પાણી પાણી કરી દેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.


અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ત્રાટકતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી  છે. અમદાવાદના સન સીટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં  રોડ પર એક વૃક્ષ  ઘરાશાયી થયું છે. જેના કારણે આ રસ્તો બ્લોક થઇ ગયો છે. ભારે  વરસાદના કારણે બોપલ વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના બોપલ, શેલા, શીલજ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.સવારે ઓફિસ અને ધંધાર્થે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.                                                           


આ પણ વાંચો 


Cyclone Dana Alert: બંગાળની ખાડીમાં સર્જાઇ રહ્યું છે ચક્રવાત ‘Dana’, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી