Cyclone Dana Alert: બંગાળની ખાડીમાં સર્જાઇ રહ્યું છે ચક્રવાત ‘Dana’, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Cyclone Dana Alert:મંગળવારથી બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદ શનિવાર સુધી ચાલુ રહી શકે છે

Continues below advertisement

Cyclone Dana Alert: બંગાળની ખાડીમાં સર્જાવવા જઈ રહેલા ચક્રવાત 'દાના'ને લઈને બંગાળ સરકાર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બુધવાર સુધીમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે. પરિણામે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ મૂશળધાર વરસાદ પડી શકે છે.

Continues below advertisement

મંગળવારથી બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદ શનિવાર સુધી ચાલુ રહી શકે છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં વરસાદની મહત્તમ સંભાવના છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે.

IMDએ રવિવારે જણાવ્યું હતું કે 23 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાવાની સંભાવના છે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે.

હવામાનના વિશેષ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે આંદામાન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશરના ક્ષેત્રમાં પરિવર્તિત થવાની સંભાવના છે.

તોફાન ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પણ ટકરાશે

તેમાં કહેવામાં આવ્યું છે કે 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે. ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે.

તેના પ્રભાવ હેઠળ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 23 થી 25 ઓક્ટોબર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. IMD એ માછીમારોને 21 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે સિસ્ટમ ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

ઓડિશામાં વરસાદ પડશે

તેમણે કહ્યું કે 23 ઓક્ટોબરથી ઓડિશાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના કેટલાક સ્થળોએ 24-25 ઓક્ટોબરે 20 સેમી વરસાદ પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.                    

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે

Continues below advertisement
Sponsored Links by Taboola