Gujarat Rain Forecast:બહુ લાંબા સમયના વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી છે. હવામાન વિભાગે 9 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરી છે.


બંગાળમાં સર્જાયેલ એક મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની રિ-એન્ટ્રી થઇ છે. આગામી ત્રણ કલાકમાં 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી,નર્મદા, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલીમાં  ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.


આ જિલ્લામાં પડશે સામાન્ય વરસાદ


હવામાન વિભાગના અનુમાન મુજબ  પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગરમાં પણ સામાન્ય  વરસાદનું અનુમાન છે. છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


રાજ્યના ડેમની સ્થિતિ
સૌરાષ્ટ્રના સૌથી વધુ 13 સહિત રાજ્યના 21 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  દક્ષિણ ગુજરાતના ચાર,તો કચ્છ અને મધ્ય ગુજરાતના બે બે જળાશયો ભરાયેલા છે. છેલ્લા બે દિવસમાં વરસેલા સારા વરસાદથી રાજ્યના એલર્ટ પરના ડેમની સંખ્યા વધીને પહોંચી 131 પર પહોંચી છે. 85 હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 20 ડેમ વોર્નિંગ પર છે. 75 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.                                                                                            




આ પણ વાંચો 



Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ


PM Modi Birthday Live Updates: PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસ બનાવશે BJP, દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામના


Rain Forecast : ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજું પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


Vadodara Rain: ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં 1000 લોકોનું સ્થળાંતર, 11 ગામ એલર્ટ પર, ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ