Weather  Update:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. આગામી 2 દિવસ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ  કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાની શક્યતા છે. આવતી કાલે અમદાવાદ, ગાંધીનગરમાં પણ માવઠાનો અનુમાન છે.



હવામાન વિભાગની અગાહી મુજબ બે સકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. જેના કારણે બે દિવસ કમોસમી વરસાદનો અનુમાન છે. રાજ્યમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે . 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી દ્વારકા મોરબી પોરબંદર જામનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્ય વરસાદનો અનુમાન છે.
આવતીકાલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા છોટાઉદેપુર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.


હવામાન વિભાગના આગાહી વચ્ચે ગઇકાલથી ડાંગ સહિતના વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. આજે સવારે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ 1 માર્ચથી 3 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી હળવો વરસાદ થઇ શકે છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી


આગામી 48 કલાકમાં રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કચ્છ, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર,પચિમ સૌરાષ્ટ્ર જૂનાગઢ,ભાવનગર અને દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડનાં ભાગોમાં પડી શકે છે વરસાદ. કોઈ કોઈ ભાગોમાં પવન તોફાનો સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા. રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે, 20 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે.


રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાયું છે. કાલથી બે દિવસ રાજ્યમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનું અનુમાન વ્યકત કર્યું છે. હવામાન વિભાગના મતે 1 માર્ચ એટલે કે કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 2 માર્ચના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની સાથોસાથ કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.


દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં પ્રવેશવાની આગાહી કરવામાં આવી રહી હતી તે પ્રવેશી ગયું છે. હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન વરસાદની સાથે હિમવર્ષા અને કરા પડવાની સંભાવના છે. અનુમાન છે કે ઉત્તર ભારતના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.


જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સાથે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. આ રાજ્યોમાં 3 માર્ચ સુધી ભારે વરસાદથી ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ રાજ્યોમાં 1 અને 2 માર્ચે મૂશળધાર વરસાદની સંભાવના છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં પણ વરસાદની અપેક્ષા છે.


હવામાન વિભાગે દેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હીટ વેવની ચેતવણી જારી કરી છે. ઓડિશા, તમિલનાડુ અને કર્ણાટકમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આ રાજ્યોમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની આશંકા છે.


3 માર્ચ સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, NCR, ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 થી 3 માર્ચ વચ્ચે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. આ રાજ્યોમાં 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન સાથે વરસાદની પણ શક્યતા છે.


સ્કાયમેટ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, દિલ્હી-એનસીઆરમાં 1 અને 2 માર્ચે વરસાદની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન અહીં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.