Heat wave Forecast:રાજ્યમાં માર્ચ માસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40ને પાર જતાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આ દરમિયાન હવામાન વિભાગે 6 મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે.


આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે. આકાશમાંથી વરસેલી અગનવર્ષાથી રાજ્યમાં  ગરમીનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે.  સાત શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જશે.  ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત છે.સ


આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ-સૌરાષ્ટ્ર શેકાયું. 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તો ભૂજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે.


આગામી 10 દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 41.4 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ શેકાયું  છે.  છ મે સુધી તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


તો પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાળઝાળ ગરમી વર્તાઇ રહી છે.  17 સ્થળોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે.  આંધ્ર પ્રદેશમાં તાપમાનનો પારો 46 ડિગ્રીથી ઉંચે ગયો છે. .. કાળઝાળ ગરમીને લીધે કેરળમાં છ મે સુધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે.


તો બીજી તરફ વિપરિત વાતાવરણ છે. જ્યાં ભારે હિમવર્ષાને લઈને જમ્મુ-કશ્મીરમાં જનજીવન પ્રભાવિત થયું છે.  ભારે હિમવર્ષાથી જમ્મુ-કશ્મીર નેશનલ હાઈવે છ દિવસથી બંધ કરવામાં આવ્યો છે.  શ્રીનગરથી લેહ જવા પર્યટકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ  વિસ્તારમાં જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની અછત છે.


ઉત્તરાખંડમાં 10 મેથી શરૂ  ચારધામની યાત્રા શરૂ થશે.  અત્યાર સુધીમાં 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરી રજિસ્ટ્રેશન ચૂક્યા છે. યાત્રા શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે, ગયા વર્ષે 55 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ  પહોંચ્યા હતા.ચારધામમાં દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓના દર્શનની મર્યાદા નક્કી  કરાઇ છે.  કેદારનાથ ધામમાં એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન, તો 16 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે બદ્રીનાથ ધામના દર્શન.. યમુનોત્રીમાં નવ હજાર તો ગંગોત્રીમાં 11 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.