Gujarat Rain Forecast:બંગાળમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ સહિત મોનસૂન ટ્રફ રેખા પણ ગુજરાત તરફ હોવાથી રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે.
આજે ક્યા રેડ એલર્ટ ?
ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે.
આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?
આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેંજ એલર્ટ આપ્યું છે.
આજે ક્યા યલો એલર્ટ ?
હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 63.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 119.90 ટકા વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 92.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.97 ટકા વરસાદ પડ્યોછે. દક્ષિણ ગુજરાતમાં 49.82 ટકા વરસાદ વરસ્યો છે. , તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 49.02 ટકા વરસાદ વરસ્યો છે.
સતત વરસી રહેલા અનારાધાર વરસાદના કારણે રાજ્યના 107 જળાશયો હાઈએલર્ટ પર છે. 72 જળાશયો વોર્નિગ પર છે. 15 જળાશયો એલર્ટ પર છે. તો 20 જળાશયો વોર્નિંગ પર છે. 206 જળાશયોમાં હાલ 53.30 ટકા જળસંગ્રહ છે.