Gujarat Rain Forecast : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી ( forecast)મુજબ રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ભારે પવન અને ગાજવીજ સાથે પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, આણંદ, ખેડામાં સહિત સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદનો અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે, અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી છે.હાલ પણ રાજ્યભરને ચોમાસાએ આવરી લીધું છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના જિલ્લામાં ચોમાસાએ એન્ટી કરી દીધી છે.છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
- છેલ્લા 24 કલાકમાં ખેડાના માતરમાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પંચમહાલના કાલોલમાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેડાના મહેમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના માણસામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેડા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં પોણા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દહેગામમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સંખેડા,ઘોઘંબા, કરજણમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા, બાવળા, ઉમરેઠમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ચોટીલા, બોટાદ, આણંદમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર, વિરમગામમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નેત્રંગ, હાલોલ, નાંદોદમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડા, વીરપુર, બાયડમાં એક ઈંચ વરસાદ
- ડભોઈ,નડીયાદ, આહવા, ખંભાળીયામાં એક ઈંચ વરસાદ
- અંકલેશ્વર, ધોળકા, બરવાડામાં એક એક ઈંચ વરસાદ
- ઉમરડા, તારાપુર, વલ્લભીપુરમાં એક એક ઈંચ વરસાદ
- વાઘોડીયા, વાગરા, સોજીત્રા, તિલકવાડામાં એક એક ઈંચ વરસાદ
- ગઢડા, અંજાર, રાણપુરમાં પોણો પોણો ઈંચ વરસાદ
- ભરૂચ, સિનોર, હિંમતનગરમાં પોણો પોણો ઈંચ વરસાદ
- જંબુસર, રાજકોટ, લીંબડીમાં પોણો પોણો ઈંચ વરસાદ
- ઈડર, લખપત, વડોદરા, વડાલીમાં પોણો પોણો ઈંચ વરસાદ
- હાંસોટ, ઉમરાડા, દસક્રોઈ, જોટાણામાં પોણો ઈંચ વરસાદ
- બોડેલી, ક્વાંટ, વિજયનગરમાં અડધો અડધો ઈંચ વરસાદ
- જામનગર, મુળી, મહુધા, બેચરાજીમાં અડધો ઈંચ વરસાદ
- ઝઘડીયા, શિહોર, સાયલા,નસવાડીમાં અડધો ઈંચ વરસાદ
- છોટા ઉદેપુર, સુબીર, પાદરામાં અડધો ઈંચ વરસાદ