Gujarat Rain Forecast: છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ બન્યું છે. ચોમાસુ ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ અમરેલી, તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે, જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વના વિસ્તારમાં વરસાદ થશે. 2 જુલાઇ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી શકયતા જોવાઇ રહી છે.


ક્યા જિલ્લામાં પડશે વરસાદ


હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા દાહોદના વિસ્તાર, બોટાદ, સુરેન્દ્રનગરમાં, રાજકોટ સહિતના વિસ્તાર છૂટછવાયો વરસાદ થઇ શકે . કચ્છમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.હાલના હવામાન વિભાગના મોડલ મુજબ 26 અને 27ના દિવસે વરસાદનું  જોર ઘટી શકે છે પરંતુ  28 જૂનથી ફરી વરસાદ વધશે, ગુજરાતના  પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું  અનુમાન છે.  જો 26થી 27 સુધી વરસારનું જોર ઘટ્યાં બાદ ફરી  29 અન 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. 30 જૂન બાદ  સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 2 જુલાઇ  સુધીમાં ચોમાસુ આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે.


છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ બન્યું છે. ચોમાસુ ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ અમરેલી, તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે, જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વના વિસ્તારમાં વરસાદ થશે. 2 જુલાઇ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી શકયતા જોવાઇ રહી છે.


રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન  વ્યક્ત કર્યું છે.  સૌરાષ્ટ્રના ત્રણ, દક્ષિણ ગુજરાતના પાંચ, તો ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું ઓરેન્જ અને સાબરકાંઠા જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે.  છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમામ છે.


સોમવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી.  જામજોધપુરમાં પાંચ, લાલપુરમાં ત્રણ, તો કલ્યાણપુર અને કાલાવડમાં બે બે ઈંચ વરસાદ વરસ્યો.સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી.  ડાંગમાં અઢી, સુરતમાં બે ઈંચ, વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો.. તો જાંબુઘોડામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છેઆગામી ત્રણ દિવસ સારા વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  સારો વરસાદ વરસી શકે છે.  28 જૂન સુધી જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા  વ્યકત કરી છે.


ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.  ભારતીય હવામાન વિભાગે અંદમાન, નિકોબાર, કેરળ, કર્ણાટક, ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.. યુપી, ઉત્તરાખંડમાં હળાવ વરસાનુ અનુમાન વ્યક્ત કર્યું છે, હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કુદરતનો કહેર યથાવત છે.  ગંબરપુલ પાસે વાદળ ફાટતા એક હોટલ જમીનદોસ્ત થઇ ગઇય  રસ્તા પર પડ્યા મોટા મોટા પથ્થરો પડતા કેટલાક વાહનો પણ  ક્ષતિગ્રસ્ત થયા છે.  જીવ બચાવીને ભાગતા લોકો કેમેરામાં કેદ થયા છે.ગંબરપુલમાં વાદળ ફાટ્યા બાદ તેજ ગતિથી પાણી અને કિચડનો ધોધ વહી રહ્યો છે. .. પાણીનો ધોધ વરસતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.  ઘટનાની જાણકારી બાદ સ્થળ પર પહોંચી ટીમે  રાહત બચાવની કામગીરી શરૂ કરી છે.