Gujarat Rain Forecast:રાજ્યના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદનું જોર ઘટશે. IMD દ્વારા આજે જાહેર કરાયેલી આગાહી મુજબ શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.


રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં  108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


રાજ્યના 43 તાલુકામાં  40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 94 તાલુકામાં 20થી 40 ઈંચ, તો 104 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈએલર્ટ પર છે  છે તો . 86 જળાશયો હાઈએલર્ટ પર છે. , 20 જળાશયો એલર્ટ અને તો 16 જળાશયો વોર્નિંગ પર છે. .. 84 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 


દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના છે.   


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં  1 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઝારખંડ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ઝારખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. શનિવારે ઉત્તર પશ્ચિમ ભાગમાં એટલે કે પલામુ, ગઢવા, ચતરા, કોડરમા, લાતેહાર અને લોહરદામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.             


હિમાચલ પ્રદેશની વાત કરીએ તો શનિવારે રાજ્યના નીચલા અને મધ્યમ પહાડી જિલ્લાઓમાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે.હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ (IMD)એ શનિવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના સ્થાનિક કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની સંભાવના છે અને નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ પણ વધી શકે છે. હવામાન વિભાગે સોલન,