Gujarat Rain Forecast:રાજ્યના 10 જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી વ્યક્ત કરી છે.  સૌરાષ્ટ્રના બે, મધ્ય ગુજરાતના ત્રણ તો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શકયતા જોવાઇ રહી છે અહીંના મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે.                                                                        


દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે.  સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાની શકયતા છે.


હવામાન વિભાગે  15મી જૂને એટલે કે આજે  રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.  16મી જૂનના રવિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદન આગાહી કરવામાં આવી છે.  


ક્યાં પડ્યો વરસાદ?


નવસારીમાં   મોડી રાત્રે વાતાવરણમાં  પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદીનું ઝાપટું પડ્યું હતું. અબીં .. મંકોડીયા છાપરા રોડ સહિતના વિસ્તારોમાં  વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરીગઇ હતી. બે દિવસના વિરામ બાદ  અહી ફરી વરસ્યો વરસાદ વરસ્યો હતો.


સુરતના ઉધના વિસ્તારમાં  પણ હળવો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.  સુરત શહેરમાં જ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદે એન્ટ્રી કરી હતી.સુરતના કતારગામ વેડરોડમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઇ અને અને લોકોને ગરમીથી રાહત  થઈ.


બનાસકાંઠાના દિયોદર પંચકમાં વરસાદે નુકસાન કર્યું અહીં દિયોદર એપીએમસીમાં વેપારીઓએ ખરીદેલો માલ પલળતો હોય તેવો વિડીયો વાયરલ થયા છે. આજે પ્રથમ વરસાદમાં જ દિયોદર એપીએમસીમાં જણસી પલળી જતાં નુકસાન થયું છે.