Gujarat Rain Forecast:હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદનું heavy rain)અનુમાન છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો તો 10 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે, હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.. તો આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. તો રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પાટનગર ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સારા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકથી રાજ્યના 74 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી 53 ડેમ હાઈએલર્ટ પર છે. , 10 ડેમ એલર્ટ પર છે. , તો 11 ડેમ વોર્નિંગ પર છે.
અત્યાર સુધી વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ તો દક્ષિણ ગુજરાતના ચાર ડેમ છલોછલ છે. સરદાર સરોવર ડેમમાં હાલ 53.67 ટકા જળસંગ્રહ છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે.