Gujarat Rain Forecast:હવામાન વિભાગની  (Meteorological Department) આગાહી (Forecast)  મુજબ આજે રાજ્યને મેઘરાજા ઘમરોળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતના આઠ જિલ્લામાં હવામાન વિભાગે  વરસાદનું (rain) રેડ એલર્ટ આપ્યું છે.  10 જિલ્લામાં વરસાદનું (rain) હવામાન વિભાગે (Meteorological Departmen)  ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. . તો છોટા ઉદેપુરમાં પણ અત્યંત ભારે વરસાદની ( heavy rain) આગાહી (forecast) કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું (rain) ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું  છે. .. તો વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ


કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, મહેસાણામાં ભારે વરસાદની ( heavy rain) આગાહીને (Forecast)  પગલે હવામાન વિભાગે  યલો એલર્ટ જાહેર કર્યું છે.  તો અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ,આણંદ અને દાહોદમાં  પણ આજે ભારે વરસાદ વરસી શકે છે.સોમવારે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ મહેર જોવા  મળી લાંબા સમયની ગરમી અને ઉકળાટ બાદ સોમવારે  અમદવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.  બપોર બાદ એકધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જો કે બે ઈંચ વરસાદથી અમદાવાદમાં અનેક સ્થળે પાણી ભરાઇ ગયા હતા.  મેમ્કો,મણીનગર, કોતરપુર, રાણીપ, ઓઢવ, વાસણામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.


સરેરાશ બે ઈંચ વરસાદે ફરી અમદાવાદ મહાનગર પાલિકાના દાવાઓની ખોલી પોલ હતી .. ઠેર ઠેર પાણી ભરાતા સંખ્યાબંધ વાહનો બંધ પડી ગયા હતા.  તો પાણી  ભરાયાની મળી 49 ફરિયાદો મળી હતી. શહેરમાં 10થી વધુ સ્થળો પર વૃક્ષો  ધરાશાયી થતા રસ્તા બ્લોક થઇ ગયા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે પણ ભારે વરસાદ વરસી શકે છે.. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 10 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. પ્રવાસન સ્થળ દીવમાં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.