Rain Forecast:  2 જુલાઇથી રાજ્યમાં લગભગ વરસાદે વિરામ લીધો છો. છુટછવાયા વરસાદ સિવાય ક્યાંય ધોધમાર વરસાદના અહેવાલ ન હતા.  વરસાદના વિરામ બાદ હવે ફરી મેધરાજાનું આગમન થશે, હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 7 જુલાઇથી 9 જુલાઇ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. માછીમારોને પણ 7,8,9  જુલાઇ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.9 જુલાઈએ કચ્છ,દ્વારકા , જામનગર,મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદનો અનુમાન છે તો 8 જુલાઈએ    કચ્છ અને જામનગરમાં પણ ભારે વરસાદનો અનુમાન છે.


કઇ તારીખે ક્યાં પડશે વરસાદ
5 જુલાઈએ જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી, દિવ અને ભાવનગરમાં વરસાદનો અનુમાન છે 


દક્ષિણ ગુજરાતના સુરત,તાપી,નવસારી, ડાંગ, દમણ , દાદરાનગર હવલી અને વલસાડમાં વરસાનો અનુમાન છે. 


6 જુલાઈએ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ,દમણમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામા્ં આવી છે.   જુલાઈએ ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી છે.


ક્યાં છે રેડ એલર્ટ 


અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ ખાસ કરીને  8 જુલાઈ માટે   કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ આપ્યું છે


ઓરેન્જ એલર્ટ


સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ


યલો એલર્ટ


રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા,તાપી, ડાંગ, મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ


 


સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, નદીઓમાં પૂરની સ્થિતિ બનશેઃ અંબાલાલ પટેલ


ગુજરાતમાં ફરી એક વખત વરસાદ ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે. સાથે ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.


અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે. જ્યારે નર્મદા નદીમાં હળવા પૂરની શક્યતા છે. વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની સારી આવક થશે. કચ્છના કેટલાક ભાગમાં વરાપ નીકળવાની શક્યતા છે.અંબાલાલ પટેલ અનુસાર આગામી જુલાઈ મહિનો ભારેથી અતિભારે વરસાદનો રહેશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે.