Unseasonal Rain :રાજ્યમાં હાલ  ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં  આગામી 4 દિવસ  સૂકું વાતાવરણ રહેશે. 8-9-10 જાન્યુઆરી વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે  7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જો કો આ સમયમાં પણ લઘુત્તમ તાપમાન માં કોઈ ફેરફાર ન થવાના સંકેત મળે છે. જો કે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે  ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ વરસાદી માહોલ જામી શકે છે.                                                                                                                 

  


ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ ઘેરાતા ખેતરમાં ઉભા શિયાળા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘઉં, ચણા, જીરૂ સહિતના પાકને નુકસાન ભીતિ સેવાઇ રહી છે. 


8 જાન્યુઆરી કયાં પડશે વરસાદ
8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ , નવસારી, ડાંગ, વલસાડ , દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી છે.  


9 જાન્યુઆરીએ આ વિસ્તારમાં પડશે વરસાદ
હવામાન વિભાગે 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહીના સંકેત આપ્યા છે.   


 10 જાન્યુઆરીએ ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  


આ પણ વાંચો
Ahmedabad corona: કોરોનાના કેસમાં વધારો,આ વિસ્તારમાંથી નોંધાયા વધુ 8 કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 58
Ram Mandir Inauguration: નાગર શૈલી, 5 મંડપ, દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ, જાણો- રામ મંદિરની 20 વિશેષતાઓ

VGGS 2024: પીએમ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા વિશ્વના ટોચના ફિનટેક લીડર્સ સાથે કરશે મુલાકાત
Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યુ- નિર્ણય થશે, ચિંતા ના કરતા