Weather: કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. જ્યારે ગુજરાતમાં 20થી 25 જૂનની વચ્ચે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ શકે છે.
કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળના 75 ટકા વિસ્તારમાં ચોમાસાની દસ્તક થઇ ગઇ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમા ચોમાસાની વિધિવત એન્ટ્રીને લઇને અગત્યની માહિતી આપી છે. આગામી 20થી 25 જૂનની વચ્ચે ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઇ શકે છે. મહારાષ્ટ્ર બાદ એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે.
પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવાં આવી છે. નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદી માહોલ રહેશે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની અસર રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. જો કે વાવાઝોડાની અસરના કારણે ભેજના કારણે ગરમીમાં વધારો થશે.
Monsoon in India: આખરે ચોમાસું આવી ગયું, કેરળમાં ચોમાસું બેસી ગયું છે, હવામાન વિભાગે સત્તાવાર કરી જાહેરાત
Monsoon in India: આખરે ચોમાસાની રાહ આખરે પૂરી થઈ. કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાના આગમનથી ખુશીનો માહોલ સર્જાયો છે અને ખેડૂતો પણ સંતુષ્ટ છે. કેરળમાં આજે મૃગ નક્ષત્રના સમયે ચોમાસું પ્રવેશ્યું છે.
એક સપ્તાહના વિલંબ બાદ આજે કેરળમાં ચોમાસું આવી ગયું છે. દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. કેરળમાં આજે ચોમાસું બેસી ગયું છે તેવી માહિતી હવામાન વિભાગે આપી છે. આ વર્ષે ચોમાસું કેરળમાં લગભગ એક સપ્તાહ મોડું પ્રવેશ્યું છે. જેના કારણે દેશના અનેક ભાગોમાં ઓછા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગે શનિવારે કેરળમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી હતી. કેરળના ઘણા ભાગોમાં સારો વરસાદ થયો છે. ચોમાસાના આગમનથી ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી છે. વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે પવન સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત પરથી બિપરજોય વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું ટળ્યુઃ અંબાલાલ પટેલ
Biparjoy Cyclone: વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બિપરજોય વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર ગુજરાતમાં આવનાર વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું ટળ્યું છે. વાવાઝોડાની દિશા ઓમાન તરફ ફંટાતા હાલ ગુજરાતને ઓછી અસર કરશે તેવું અનુમાન છે. બિપરજોય વાવાઝોડાની મહત્તમ સ્પીડ 220 પ્રતિ કિલોમીટરની ઝડપ રેહવાની શક્યતા છે.
બિપરજોય વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સ્થિર થયૃં છે અને પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે. જ્યારે વાવાઝોડાની ગતિ ધીમી છે એટલે કે વાવઝોડું કઈ તરફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ જશે, તે હાલ કહેવુ મુશ્કેલ છે. ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલરૂમ પ્રમાણે બપોર પછી ખબર પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે તો ગુજરાત માટે બે દિવસ જોખમી રહેશે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળશે. જો કે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.