Gujarat Rain Weather:હવામાન વિભાગની  (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતના આ 6 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું (rain)  અનુમાન છે, ગુજરાતના (Gujarat)ના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને બે સંઘ પ્રદેશમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે.


દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ.. વરસી શકે છે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી  છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ (yellow aler) . તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી (forecast) વ્યક્ત કરી છે.  


શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો


શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ.. તો ચીખલી, વ્યારા અને વલ્લભીપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29, તો કચ્છમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે.


દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 28.66 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 18.13 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.


દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદ


દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી છે.  બંગાળ, સિક્કિમ, કર્ણાટક, યુપી, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન,પંજાબ અને હિમાચલમાં વરસાદની શક્યતા છે,ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે. 70 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. રસ્તાઓ પર પાંચ પાંચ ફુટ સુધી વરસાદી પાણી ભરાયા છે.  મેડિકલ કોલેજ પણ  ખાલી કરવાની ફરજ પડી હતી.


ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યત


ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કમર સુધીના પાણીમાં લોકો રસ્તો પસાર કરતા જોવા મળ્યાં. અહીં   પૂરના પાણીમાં ગરકાવ કારને જેસીબીની મદદથી બહાર કઢાઈ હતી.  ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ભારે વરસાદથી ચારેય તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા હતા.  ડેમ અને બેરેજમાંથી પાણી છોડાતા સ્થાનિક નદીઓ ખતરાના નિશાન પરથી  વહી રહી છે.  ગર્રા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે.   ઉત્તર પ્રદેશનું ગોરખપુર પૂરના પ્રકોપની ચપેટમાં આવ્યું હતું.  ભારે વરસાદ બાદ આવેલા પૂરથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  રાપ્તી નદીનું જળસ્તર વધતા કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.