Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા છે. વરસાદને લઇને હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કાલે વડોદરા, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો મંગળાવાર અને બુધવારે  આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે ગે આજે અને કાલે  ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે. 26 ઓગસ્ટ છે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમન દાદરા નગર હવેલી તાપી અમરેલી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહીસાથે રેડ એલર્ટ  આપ્યું છે.


આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
26 ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ,  દીવમાં  અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

27 ઓગસ્ટે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
27 ઓગસ્ટમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


ઉત્તર ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ત્યારે મૂશળધાર વરસાદને લઈ સરકાર પણ એલર્ટ મોડ પર છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે   સ્થિતિનો તાગ મેળવવા માટે વરસાદ પ્રભાવિત જિ જિલ્લા કલેક્ટર્સ સાથે ફોન પર કરી વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ  ભારે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોને   પશુધન  સાથે  સલામત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકામાં વરસાદ વરસ્સ્યો છે. સૌથી વધુ વાપીમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકામાં વરસાદ



  • છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 13 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં સાડા બાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં સાડા અગિયાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં નવ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વિજાપુરમાં સવા આઠ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વલસાડમાં આઠ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સોનગઢમાં સાડા સાત ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સાત ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વ્યારામાં સાડા છ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં માંગરોળમાં છ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વાંસદામાં પોણા છ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં પોણા છ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સાગબારામાં સાડા પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વઘઈમાં સાડા પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં આહવામાં સાડા પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સુબિરમાં સવા પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કડીમાં પાંચ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ગરબાડામાં સાડા ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં માણસામાં સાડા ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં પાવીજેતપુરમાં ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ખાનપુરમાં ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ક્વાંટ, તાલાલામાં ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં મેંદરડા, માંડવીમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં દાહોદ, વિસનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં દહેગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં તારાપુર, લીમખેડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વિસાવદર, વાલોડમાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં નેત્રંગ, ચીખલીમાં ત્રણ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં પલસાણા, ડોલવણમાં ત્રણ ઈંચ વરસાદ