Rain update:ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતમાં સહિતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.  કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં રસ્તાઓ પણ બ્લોક થઇ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.


ભારે વરસાદના પ્રભાવથી  રાજ્યમાં  288 રસ્તાઓ  બંધ થયા છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના 128 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. નવસારીના 34, તો સુરત જિલ્લાના 25 રસ્તા બંધ  છે. તાપી જિલ્લાના 41 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ડાંગના 16,નર્મદા જિલ્લાના આઠ રસ્તાઓ બંધ થયા છે. છોટા ઉદેપુર જિલ્લાના 11 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ઉપરાંત પોરબંદર જિલ્લાના છ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ ઠપ્પ છે. ભારે વરસાદના કારણે 7 સ્ટેટ હાઈવે, 268 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 13 અન્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે.


રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. હવમાન વિભાગની આગાહી મુજબ   રાજ્યભરમાં આજે પણ ભારે વરસાદનું (rain) અનુમાન છે.  હવામાન વિભાગે ભારે વરસાદની (heavy rain) આગાહી વ્યક્ત કરી  છે.  ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે ચાર જિલ્લામાં રેડ એલર્ટ, તો 22 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આઠ જિલ્લામાં   વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છ-સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ  વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. , કચ્છ દ્વારકા,જામનગર, પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા છે.


દક્ષિણગુજરાતના ભરૂચ અને સુરતમાં આજે અત્યંત ભારે વરસાદને લઇને હવામાન વિભાગે  રેડ એલર્ટ જાહેર કર્યું છે.  તો નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.મધ્ય ગુજરાતના 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો  આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ  વરસી શકે છે.


ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો તો એક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. તો અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે.