Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્યું છે જો કે
નવસારી બાદ ચોમાસુ નબળું પડ્યું છે, ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન રહેશે. હવામાન વિભાગે દર્શાવ્યા અનુસાર હજુ સારા વરસાદ માટે રાહજોવી પડશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર બોટાદમાં હળવા વરસાદ થઇ શકે છે. 14 જૂને એટલે કે આવતી કાલે શુક્રવારે દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી અમરેલીમાં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે. તો 15જૂને છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીરસોમનાથમાં હળવા વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 16જૂને નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ17 જૂન વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ18 જૂન વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ19 જૂન ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં વરસાદનો અનુમાન છે.
હવામાન ક્યાં કેવું રહેશે
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં પણ તીવ્ર ગરમીની સ્થિતિ જોવા મળી છે. પશ્ચિમ ઝારખંડ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ-દિલ્હી, પંજાબ, ઉત્તર રાજસ્થાનના ભાગોમાં મહત્તમ તાપમાન 45-47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સૌથી વધુ 47.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
IMD મુજબ "બંગાળની ખાડીમાં ચોમાસું નબળું છે અને ત્યાંથી આગળ વધવાની રાહ જોવાઈ રહી છે." બુધવારે (12 જૂન), પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડના મોટાભાગના ભાગો, ઉત્તર રાજસ્થાનના ઘણા ભાગો, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગો, દક્ષિણ બિહાર, ઉત્તર ઓડિશા અને ગંગા કાંઠાના વિસ્તારોમાં હિટવેવની (Heat wave)ની સ્થિતિ યથાવત છે.
કેવું રહેશે દિલ્હી અને યુપીમાં હવામાન?
પૂર્વ પૃથ્વી વિજ્ઞાન સચિવ માધવન રાજીવને કહ્યું કે સામાન્ય પ્રગતિ બાદ ચોમાસાનો ક્રમ ખોરવાઈ રહ્યો છે. રાજીવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, “આગામી 8-10 દિવસમાં વધુ પ્રગતિની અપેક્ષા નથી, તેથી ઉત્તર ભારતમાં તેના આગમનને લઇને વિલંબ થઈ શકે છે. જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ભારે તાપમાન અને હીટ વેવની શક્યતા છે.