Gujarat Weather: ગુજરાતમાં વાવણી લાયક વરસાદ (Gujarat Rain) માટે હજુ પણ થોડી રાહત જોવી પડશે. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર નહીં પણ ધીમીગતિએ એન્ટ્રી થઈ છે. અત્યાર સુધી વલસાડ, નવસારી સુધી અને સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર બેસી ગયું છે. પરંતુ આ વખતે ચોમાસું ગત વર્ષ કરતા 14 દિવસ વહેલું બેસવાની સામે ધમાકેદાર એન્ટ્રીને બદલે ધીમીગતિએ આગળ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.


જો કે આગામી સાત દિવસ રાજ્યમાં હળવા વરસાદની (Rain Forecast) હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અમદાવાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસશે. સાથે જ હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે.


હવામાન નિભાગની વરસાદની આગાહી


12 જુને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમં વરસાદ રહેશે.


13 જૂને અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર વરસાદ રહેશે.


14 જૂને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દણણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે.


15 જૂને છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર વરસાદ રહેશે.


16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ વરસાદ રહેશે.


17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે.


18 જૂને ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે.


સમાચાર એજન્સી પીટીઆઈએ હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું કે ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનો બંગાળની ખાડી પર નબળા ચોમાસા પર પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં, તેઓ મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ગરમ ​​હવામાનમાં વધારો કરી રહ્યા છે.


ચોમાસું ક્યારે અને ક્યાં પહોંચશે?


હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની શક્યતા છે. IMDએ કહ્યું કે ચોમાસું બિહાર અને ઝારખંડમાં 16-18 જૂન સુધીમાં, ઉત્તર પ્રદેશમાં 20-30 જૂન સુધી અને દિલ્હીમાં 27 જૂન સુધીમાં પહોંચી શકે છે.