Gujarat Rain Forecast:છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમયથી કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.


હવામાન વિભાગની આગાહી મુજબ આવતી કાલથી વરસાદી માહોલ ફરી જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડશે બાદ 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ  સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.  વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.


આવતીકાલે દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.        


19 ઓગસ્ટે આ જિલ્લામાં પડશે વરસાદ


હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનો અનુમાન છે.


20 ઓગસ્ટે આ જિલ્લામાં મેઘમલ્હાર


તો 20 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગ (IMD) અનુસાર, મધ્યપ્રદેશથી લઈને ઉત્તર પ્રદેશ સુધી વીજળી અને ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બિહાર અને ઓરિસ્સા, ઝારખંડ સહિતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે. તે જ સમયે, કર્ણાટક અને કેરળમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ચોમાસાની સ્થિતિ નબળી રહેવાની શક્યતા છે.


ચોમાસાના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં થોડા દિવસો માટે વરસાદ બંધ રહ્યો હતો. હવે ફરી મુશળધાર વરસાદનો સમયગાળો શરૂ થવાનો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આજથી એટલે કે 17 ઓગસ્ટથી પૂર્વ ભારત અને મધ્ય ભારતમાં ફરી એકવાર મુશળધાર વરસાદની ગતિવિધિઓ વધવાની છે. આ સિવાય અન્ય ભાગોમાં આગામી ચાર-પાંચ દિવસ ખૂબ ઓછો વરસાદ પડશે.


મધ્યપ્રદેશમાં ફરી એકવાર વરસાદની મોસમ શરૂ થવા જઈ રહી છે. આ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે આજથી હવામાનમાં પલટો આવશે અને એક-બે દિવસ પછી સારો વરસાદ જોવા મળશે.