Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારમાં પડી શકે છે.આવતીકાલ થી વાતાવરણ સૂકું રહશે, છેલ્લા 24 કલાક માં 1-2 ડિગ્રી તાપમાન વધશે 2 દિવસ બાદ ફરી તાપમાનમાં  3-4 ડિગ્રી વધારો થશે. ઉત્તર પશ્ચિમ દિશામાં 15 થી 20 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે. અમદાવાદમાં 24 કલાક માં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વરસાદ બાદ  8 ડિગ્રી તાપમાન માં ઘટાડો થયો છે. ગાંધીનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું 7.9  ડિગ્રી તાપમાન ઘટાડો થયો છે.


ગુજરાતના કયાં જિલ્લામાં વરસ્યો વરસાદ


હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવા માહોલ સર્જાયો છે. સર્જાયેલા ડલબ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને   કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે કમોસમી વરસાદને લઇને એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગે 2 દિવસ  વરસાદની આગાહી કરી હતી. આ આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


નર્મદાના  રાજપીપળા શહેરમાં મોડીરાત્રે  વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત્રીના સમયે પડેલા વરસાદ ને કારણે ચોમાસાની સિઝન જેવો માહોલ સર્જાયો છે. જો કે કમોસમી વરસાદ ખેડૂતો માટે   આફત સમાન બન્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ જતાં વાહન ચાલકો પણ પરેશાન જોવા મળ્યાં હતા.

છોટાઉદેપુર જિલ્લામાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદ પડ્યો. અહીં બોડેલી અને નસવાડી તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. બોડેલીના ચલામલી, કોસિન્દ્રા પંથકમાં વરસાદ વરસ્યો.વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વલસાડ સહિતના આસપાસના વિસ્તારમાં ચોમાસ જેવું વાતાવરણ સર્જાયું હતું. વાપી અને આસપાસના વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ નોધાયો છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, એરંડા. જીરુ વરિયાળી સહિતના ઉભા પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઇ રહી છે.


દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. દાહોદ, ઝાલોદ, લીમડી, લીમખેડા માં વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે. જો કે હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતો રાહતનો શ્વાસ લીધો છે.


 ગઇકાલે સાંજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ કમોસમી વરસાદે ધોધમાર રીતે એન્ટ્રી કરી  છે. રાજકોટમાં સહિતના આસપાસના ગામડામાં કમોમસી વરસાદે ચોમાચા જેવો માહોલ સર્જ્યો છે.                         

ભાવનગરમાં બપોર બાદ વરસાદેએ એન્ટ્રી કરી હતી.  માવઠાના કારણે  શહેરમાં 5.8 મીમી વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગ દ્વારા શનિવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી વચ્ચે  ઘોઘા પંથક સહિતના આસપાસના વિસ્તારમાં  કમોસમી વરસાદે  ખેડૂતો ચિંતામાં મૂક્યાં છે.  ગાંધીનગર જિલ્લામાં પણ મહામાં અષાઢ જેવો મહાલો સર્જાયો છે. જિલ્લામાં બદલાયેલા હવામાનના પગલે કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડી વધારો છે.