Rahul Gandhi Nyay Yatra News: દેશભરમાં અત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ચાલી રહી છે, આ પહેલા ગયા વર્ષે રાહુલ ગાંધીએ દેશભરમાં ભારત જોડો યાત્રા કરી હતી. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાહુલ ગાંધીની આ યાત્રા હવે ગુજરાતમાં આવી રહી છે. રાહુલની ન્યાય યાત્રાને લઇને એબીપી અસ્મિતા પાસે એક મહત્વની અને એક્સક્લૂસિવ જાણકારી સામે આવી છે, જેમાં કયા રૂટ અને ક્યાંથી ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશ કરશે તેની ડિટેલ્સ છે. જાણો 


ભાજપે લોકસભા ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, આ યાદીમાં 26 બેઠકોમાંથી 15 ઉમેદવારોને જાહેર કરાયા છે. તો વળી બીજીબાજુ કોંગ્રેસ ગમે ત્યારે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી છે. હવે આ બધાની વચ્ચે એબીપી અસ્મિતા પાસે રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રાના પ્રવેશને લઇને એક્સક્લૂસિવ જાણકારી મળી છે. 


ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈ EXCLUSIVE જાણકારી સામે આવી છે. ન્યાય યાત્રાના રૂટની સંપૂર્ણ માહિતી abp અસ્મિતા પાસે અવેલેબલ છે. આગામી 7 માર્ચે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રવેશ થશે. દાહોદની ધાવડીયા ચેક પૉસ્ટથી રાહુલની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશશે. કંકાસીયા સર્કલ પર રાહુલ ગાંધી એક મોટી જનસભાને પણ સંબોધશે. સભા બાદ રાહુલ ગાંધીની પદયાત્રા શરૂ થશે. કંબોઈમાં રાહુલ ગાંધી રાત્રિ રોકાણ પણ કરશે. 


પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, આ મોટા કોંગ્રેસી નેતાએ કર્યો દાવો, જાણો ડિટેલ્સ


લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો હવે આખરી ઓપ આપી રહ્યાં છે. સત્તાધારી ભાજપ પક્ષે ગઇકાલે જ પોતાની પ્રથમ યાદી જાહેર કરીને બધાંને ચોંકવ્યા છે. આ લિસ્ટમાં ભાજપે કુલ 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. તો વળી હવે સમાચાર છે કે, કોંગ્રેસ પણ બહુ જલદી પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. હાલમાં જ  સમાચાર મળી રહ્યાં છે કે, કોંગ્રેસના મહાસચિવ અને દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી આ વખતે લોકસભા ચૂંટણી લડી શકે છે.


કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ને લઇને તૈયારીઓ પુરી કરી લીધી છે, અને બહુ જલદી પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં પ્રિયંકા ગાંધીનું નામ આવી શકે છે. સુત્રો અનુસાર, લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસ તરફથી મોટા સમાચાર મળી શકે છે. દમણ-દિવની લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. દમણ-દિવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે પણ આ વાતનો દાવો કર્યો છે. 


ખાસ વાત છે કે, ભાજપે દમણ-દિવ બેઠકથી પહેલાથી જ નામની જાહેરાત કરી દીધી છે, આ બેઠક પરથી ભાજપે લાલુ પટેલને ટિકિટ આપી છે, લાલુ પટેલનું નામ જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે. આ જાહેરાત બાદ આતશબાજી કરીને સમર્થકોએ ઉજવણી પણ કરી હતી. પરિવારજનો અને સમર્થકોએ લાલુ પટેલને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.