Gujarat Rain Forecast :હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આગામી ત્રણ કલાક કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સાબરકાંઠા દાહોદ વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર અને બોટાદમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, દાહોદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને બોટાદમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદનો અનુમાન છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફરી જામ્યો વરસાદી માહોલ, અમરેલી અને બોટાદ વિસ્તારમાં મેઘ મહેર
રાજ્યના અનેક વિસ્તારોમાં આજે ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ગઢડા શહેરમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે વિજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળોથી ધોળા દિવસે રાત જેવો માહોલ સર્જાયો છે.
વરસાદ પડતાં શહેરમા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે.શહેરમાં ધોધમાર વરસાદ પડતા બોટાદના ઝાંપે, જીનનાકા, મઘરપાટ, પોલીસ સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગઢડા તાલુકાના લાખણકા,ઢસા,પાટણા,પીપરડી,રસનાળ,માલપરા, ભંડારીયા,પડવદર,સમઢીયાળા,ગુદાળા,રણીયાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત