Weather Update: હાલ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ગરમીથી રાહત મળી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે પણ ગરમી ઓછી અનુભાવય રહી છે.  દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત આપ્યા છે. રાજ્યમાં 10 એપ્રિલ બાદ ફરી કમોસમી વરસાદ થઇ શકે છે. ભરઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે, વસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ


ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 એપ્રિલે છુટાછવાયા વરસાદનો અનુમાન છે. 10 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે.  11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. ઉપરાંત મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં પણ છુટછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે.


કાળઝાળ ગરમીની સાથે હિટવેવનો અટેક,હવામાન વિભાગે આ રાજ્યમાં આપ્યું એલર્ટ


સમગ્ર દેશના વેધરની વાત કરીએ તો દેશમાં હવામાન બદલાવા લાગ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીને પાર થવા લાગ્યું છે. જો કે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના પણ છે.                                            


દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીએ દસ્તક આપી છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીએ લોકોને ત્રસ્ત બનાવી દીધા છે. ઘણા રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું છે.હવામાન વિભાગે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને આસામ અને મેઘાલયના હિમાલયના વિસ્તારોમાં ભારે પવનને કારણે તોફાની વરસાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે.નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ સમયગાળા દરમિયાન પવન પણ જોરદાર ફૂંકાશે. અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, કેરળમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વરસાદની સંભાવના છે. આવતા સપ્તાહથી વરસાદ શરૂ થઈ શકે છે.