ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.


છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.


તે સિવાય છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઈંચ, નર્મદાના નાંદોદમાં એક ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં એક ઈંચ, દાહોદના સિંગવડમાં પોણો ઈંચ, તાપીના નિઝરમાં પોણો ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં પોણો ઈંચ, દાહોદના ઝાલોદમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.


વરસાદની હવામાન વિભાગની આગાહી 


છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં છૂટછવાયો વરસાદ ( rain)પડી રહ્યો છે. જો કે સારા વરસાદને લઇને ગુજરાતવાસી કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.


રાજ્યના ચારેય ઝોનમાં આજે ભારે વરસાદની ( rain) હવામાન વિભાગે (Meteorological Department)   આગાહી (forecast)  વ્યક્ત કરી  છે.  દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ જાહેર કરાયું છે.                                                                


દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં  ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.


સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ  જાહેર કરાયું છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો  છે. અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યા છે.. આજે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.