અમદાવાદ અને વડોદરા એક્સપ્રસ  હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો. અહીં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં છે. 8 લોકો ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતમાં  ત્રણ લોકોના ઘટના સ્થળે જ   મોત  થયા છે, જ્યારે  ત્રણ લોકો સારવાર દરમિયાન મોત થયા છે. ખાનગી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી.દુર્ઘટના આણંદના ચિખોદરા નજીક સર્જાઇ હતી.  અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર  ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક ક્લિયર થતાં વિલંબ થતાં અન્ય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હજુ પણ મૃત્યઆંક વધે તેવી આશંકા સેવાઇ રહી છે.પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઇ તે અંગે  પોલીસ પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે. 


કેવી રીતે સર્જાયો અકસ્માત


સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  ટ્રકનું ટાયર ફાટતાં સાઇડમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતાં બસ ડિવાઇડર બેસેલા લોકો પર ફરી વળી હતી અને 6 લોકો પર બસ ફરી વળતા 6 લોકો કચડાયા. 6 લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે.  3નાં સારવાર દરમિયાન  મોત થયા છે.   જ્યારે અન્ય 8 લોકોને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા  હતા અને ઇજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડમાં આવ્યાં છે. 8 લોકો પણ ગંભીર રીતે ઘવાયા હોવાથી હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જોવાઇ રહી છે.