Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ  જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લમાં પણ આજે ભારે વરસાદ થશે.  દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે  આજિલ્લામાં પણ ભારે વરસાદનું  યલો એલર્ટ જાહેર કર્યું છે. ડાંગ, તાપી, નર્મદા, ભરૂચમાં  પણ આજે ભારે વરસાની શક્યતા સાથએ  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.  વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં પણ આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે છે. આ જિલ્લામાં પણ  ભારે વરસાદનું અનુમાન છે.  આ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

ક્યાં પડ્યો વરસાદ 

રાજ્યમાં આગામી એક કલાકમાં મધ્યમથી હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે વરસાદની આગાહીને લઈ નાઉકાસ્ટ જાહેર કર્યું છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં  પણ ગાજવીજ અને ભારે  પવન સાથે વરસાદની આગાહી છે.  કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવાથી મઘ્યમ  વરસાદની આગાહી છે.

Continues below advertisement

સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડા, ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલમાં પણ  હળવા વરસાદનું અનુમાન છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકામાં હળવા વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી દરમિયાન  દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લીમખેડા, સીંગવડ, ગરબાડામાં વરસાદ વરસ્યો છે. ઝાલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પંચમહાલ જિલ્લાના છ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. પંચમહાલ જિલ્લામાં સોમવારે એકથી અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કાલોલ તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. બે કલાકમાં અઢી ઈંચ વરસાદથી કાલોલના માર્ગો પર પાણી  ફરી વળ્યાં છે. શહેરા અને ગોધરા તાલુકામાં એક- એક ઈંચ વરસાદ વરસ્યો છે.  હાલોલ અને ઘોઘંબા તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલમાં રાત્રી દરમિયાન  ધોધમાર વરસાદ વરસ્યો.  કાલોલમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.  2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા કાલોલમાં પાણી ભરાયા છે. ગોધરામાં એક ઈંચ, શહેરામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.