Gujarat Rain Forecast:  બંગાળની ખાડીમાં એક સિસ્ટમ હાલ એક્ટિવ છે. જે મહારાષ્ટ્ર પરથી થઇને હવે ગુજરાત પર પહોંચી ગઇ છે. જેના કારણે ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસે તેવું અનુમાન છે.

Continues below advertisement

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદનો દૌર શરૂ થયો છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ  ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સિસ્ટમની અસરથી ગઇકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન રદ કરવામાં આન્યું હતું. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ જતાં અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બને તેવી પણ એક શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ  મજબૂત બનશે તો વાવાઝડું પણ સર્જાઇ શકે છે. જો કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા જ ઓમાન તરફ ફંટાઇ જશે જેથી વાવાઝોડાનો ખતરો નથી.  જો કે આ સિસ્ટમની અસરથી ગઇકાલથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સિસ્ટમની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા,આણંદમાં પણ ભારે વરસાદ વરસશે.

મહેસાણા અરવલ્લી, મહિસાગર, પંચમહાલ,સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા છે ગઇકાલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારને ઘમરોળ્યું, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં આજથી  અમરેલી,  પોરબંદર,ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર,જૂનાગઢ, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં પવનની ગતિ પણ વધશે, 50 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ટૂંકમાં આગામી 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે.

Continues below advertisement