Gujarat Rain Forecast: રાજ્ય પર હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને આગામી 2 દિવસ એટલે કે 8 જુલાઇ સુધી હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 જુલાઇ સુધી રાજયમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ભારે વરસાદનું અનુમાન છે. આજ અને આવતી કાલ દેવભૂમી દ્વારકા, ભાવનગર, અમરેલી રાજકોટ, જામનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શકયતા છે.  આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.  સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ સુરત તાપી વધુ વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ છોટા ઉદેપુર વડોદરામાં પણ 8 જુલાઇ સુધી વરસાદની શકયતા છે. અમદાદાવાદ ગાંધીનગર ખેડા આણંદ,  પંચમહાલ, દાહોદમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા બનાસા મહાસાણા પાટણામાં મધ્યમથી વરસાદની આગાહી છે.હવમાન વિભાગની આગાહી મુજબ 8 જુલાઇ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટી જશ અને કેટલાક જિલ્લામાં વરાપ પણ નીકળી શકે છે પરંતુ દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં મધ્ય ગુજકાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે.  

આજે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

આજે રવિવારે  6 જુલાઈના રોજ ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

હવામાન વિભાગની આગાહી મુજબ 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ

રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 8 જુલાઇ સુધી સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 8 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે.