Gujarat Rain Forecast:  સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ હાલ નહિવત હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ  ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર એક હાલ એક  સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેની અસરના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. જો કે આગામી સપ્તાહ સુઘી હજુ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન નથી. ગુજરાતથી લઇને રાજસ્થાન સુધી હાલ ભાર વરસાદની શક્યતા નહિવત છે. કારણ કે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ લેવા તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી.જેથી હજુ આગામી સપ્તાહ પણ ભારે વરસાદનું અનુમાન નથી.                                                                         

 આજે ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું અનુમાન છે. ડાંગ, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે પોરબંદર અમરેલી, જામનગર,દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર,  જૂનાગઢ,  ગીર સોમનાથ મોરબીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉપરાંત મહિસાગર સાબરકાંઠા, કચ્છના કેટલાક વિસ્તારમાં પણ છૂટછવાયા વરસાદની શક્યતા છે.                                                      

ઉલ્લેખનિય છે કે, હવામાન મોડલના આંકલન પરથી કહી શકાય કે, ગુજરાતમાં 10 ઓગસ્ટની આસપાસ ફરી વરસાદનું જોર વધશે. ખાસ કરીને 10 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની પ્રમાણ વધશે.