Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આગામી સાત દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ચાલું રહેશે. આગામી 2કે 3 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસતો રહેશે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 27 ઓગસ્ટ બાદ ફરી એકવાર વરસાદનું જોર વધશે.

ક્યા જિલ્લામાં વરસશે વરસાદ

બનાસકાંઠા, સાબરકાઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી,મહિસાગર,દાહોદ, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લા વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચમાં કોઇ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે બાકીના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનનગર, બોટાદ સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, રાજકોટ, ઉપલેટા ધોરાજીમાં  મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને નકારી ન શકાય.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર  સુધીના વેઘરને લઇને આંકલન કર્યું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, હાલ ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ ગઇ છે. ગણેશ ચતુર્થી બાદ નવરાત્રિનો નવ દિવસનો લાંબો ઉત્સવ મનાવાશે. આ પર્વમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ એ અંગે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં ઓક્ટોબર સુધી મોનસૂન સક્રિય રહેશે અને છૂટછવાયો ક્યાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ વરસશે.

27 ઓગસ્ટથી દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ થશે. અંબાલાલ પટેલે ગણેશ ઉત્સની આસપાસ વરસાદની આગાહી કરી છે. ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે. નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે. આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 25 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  25થી 28 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસશે.