થોડા દિવસ પહેલા ગોધરા આવેલો રફીક હુસેન ભટુક ઇમરાન મસ્જિદ પાસેના ઘરે આવીને છૂપાઇ રહ્યો હોવાની બાતમી મળતાં SOG અને પોલીસની ટીમે દરોડા પાડ્યા અને જ્યાંથી આરોપી ભટુકને દબોચી લેવાયો હતો. તેની પાસેથી મળેલ મુદ્દામાલ જપ્ત કરાયો છે. રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્લી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો.
બાતમી મુજબ એસઓજી અને ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી રફીક હુસેન ભટુકની તેના ઘેર મોહમદી મહોલ્લા, સુલતાન ફળીયા ખાતે તપાસ કરતા મળતા તે મળી આવતા ધરપકડ કરાઇ હતી. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ અને ચૂંટણીકાર્ડ કબ્જે લઈ ગુનાના અંગે વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
ગોધરામાંથી જ ઝડપાયેલા રફીક હુસેન ભટુક પોતાની ધરપકડ ટાળવા ઘરેથી ભાગી છૂટયો હતો અને દિલ્હીમાં જઈ ફેકટરીમાં કે અન્ય સ્થળે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસ સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું.