ઉલ્લેખનીય છે કે આજે પાલિતાણા નગરપાલિકામાં કૉંગ્રેસના 32 ઉમેદવારોના ફોર્મ પહેલા રદ્દ કરવામાં આવ્યા હતા બાદમાં ચૂંટણી પંચના વલણથી નારાજ થઈ હાઈકોર્ટ આખરી હુકમ પસાર કરે તે પહેલા ચૂંટણી કમિશ્નરે મેન્ડેટ સ્વીકારવા કોર્ટને બાંહેધરી આપી હતી.
બે દિવસ અગાઉ ફોર્મ ભરવાના અંતિમ દિવસે કૉંગ્રેસના મેન્ડેટ અજાણ્યા શખ્સોએ ફાડી નાંખ્યા હતા. પાલીતાણા નગરપાલિકા ચૂંટણીમાં કુલ 186 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 127 ફોર્મ રદ્દ થયા છે. જ્યારે 59 ફોર્મ માન્ય રખાયા છે તો, ભાજપના તમામ 36 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.