દિવાળીની સિઝનમાં પરિવાર સાથે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા માટે અમદાવાદ સુરત સહિતના શહેરોમાથી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર જતાં હોય છે. આ સમય દરમિયાન તકનો લાભ લઇને ખાનગી બસોના માલીક મને ફાવે તેમ ભાડા વસૂલે છે. ત્યારે આ સમયે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેફાન ભાડુ વસૂલ કરનાર ખાનગી બસોના સંચાલકો સામે લાલ આંખ કરતા બેફામ ભાડુ વસૂલનાર સામે કાર્યવાહી કરવાની ચેતાવણી આપી છે.
દિવાળીના તહેવારમાં પ્રવાસીઓના ઘસારાને જોતા STની વધારાની બે હજાર 200થી વધુ બસો દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7 નવેમ્બરથી 11મી નવેમ્બર દરમિયાન સુરતમાંથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મહારાષ્ટ્ર માટે બસો ઉપડશે. દિવાળી વેકેશનમાં સુરતથી અને અમદાવાદથી સૌરાષ્ટ્ર જનારાઓની સંખ્યા સૌથી વધુ હોય છે. ખાસ કરીને આ સમયે ખાનગી બસોના માલીક મનફાવે તેવુ ભાડુ લઇને તકનો લાભ ઉઠાવતા હોય છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં લેતા રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીએ બેફામ ભાડું વસૂલ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું
દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે.બીજી તરફ દિવાળીના તહેવારમાં ખાનગી બસોના ભાડા વધી જતાં હોય છે.ત્યારે આ મામલે ગૃહમંત્રીએ નીવેદન આપતા ખાનગી બસ ઓનર્સને પણ ખાસ સૂચના આપી હતી.ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે,તમારી સેવા અને વેપાર સારો ચાલે તેમાં કોઈ વાંધો નથી. નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો
Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે રાજ્યના આ મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર