અમદાવાદઃ અમદાવાદ શહેર સહિત ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં દિવસે ને દિવસે કોરોના વકરતો જાય છે અને હાલત ખરાબ થતી જાય છે. અમદાવાદ સહિતનાં શહેરોમાં હોસ્પિટલોમાં બેડ પણ ઉપલબ્ધ નથી અને  ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા કેસની સંખ્યા 8,152 પર પહોંચી છે.

  ભારતમાં કોરોનાના કેસોનો આંકડો બે લાખને પાર પહોંચ્યો છે ત્યારે ગુજરાતમાં મે મહિનામાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થવાની શક્યતા વ્યક્ત કરાઈ ઠે.


ગુજરાત સરકારની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય અને વરિષ્ઠ તબીબ ડો. વી. એન. શાહે ચેતવણી આપી છે કે, ગુજરાતમાં રે કોરોનાના નવા કેસની સંખ્યા આંકડો મેના પ્રથમ સપ્તાહ દરમિયાન રોજના 20 હજાર આસપાસ થઈ જશે. ડો. શાહે દિવ્ય મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુરુવારે કેન્દ્ર સરકારની કમિટી અને વરિષ્ઠ તબીબો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન તબીબોએ ચેતવણી આપીછે કે ભારતમાં ત્રણ સપ્તાહમાં કેસ બમણાથી અઢી ગણા થઈ જશે. ભારતમાં કોરોનાના કેસોનો આંકડો રોજના 4થી 4.5 લાખ પર થઈ જશે જ્યારે ગુજરાતમાં હાલના કેસની સરખામણીએ રોજના 16થી 20 હજાર કેસને આંબી શકે છે.


નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર  પહોંચી ગયો છે.  


રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 25,  રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-6, બનાસકાંઠા-2,ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, આણંદ 1, ભરૂચ 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, સુરત 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ  81 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5076 પર પહોંચી ગયો છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 2631,  સુરત કોર્પોરેશનમાં 1551, રાજકોટ  કોર્પોરેશનમાં 698,  વડોદરા કોર્પોરેશનમાં 348, સુરત 313, મહેસાણા 249,  જામનગર કોર્પોરેશન 188,  ભરુચ-161, વડોદરા 138, જામનગર 121, નવસારી 104, બનાસકાંઠા 103, ભાવનગર કોર્પોરેશન-102,  પંચમહાલ-87, પાટણ 82, કચ્છ 81, દાહોદ 79, અમરેલી 74, સુરેન્દ્રનગર-72, ભાવનગર 68, ગાંધીનગર 68, રાજકોટ 64,   ગાંધીનગર કોર્પોરેશન-61,તાપી 61, મહીસાગર 57, જૂનાગઢ કોર્પોરેશન-54,  જુનાગઢ-53, સાબરકાંઠા  52, ખેડા-49, આણંદ 48, મોરબી 48, વલસાડ 48,  દેવભૂમિ દ્વારકા-46, નર્મદા 42, અમદાવાદ 41, અરવલ્લી 30, ગીર સોમનાથ 24, બોટાદ 17, છોટા ઉદેપુર 16, ડાંગમાં 12 અને પોરબંદરમાં 11 કેસ નોંધાયા હતા.