Gujarat Rain Update: બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી વરસાદી (rain) માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા સહિત અનેક જિલ્લામાં વરસાદ (rain) વરસ્યો છે.હવામાન વિભાગે (Meteorological Department)  નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે.  સવારથી જ ડેડીયાપાડા તાલુકાના ડુમખલ, કોકમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  આ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ડુમખલ કોકમ ગામ વચ્ચે આવેલ પુલ પર પાણી ફરી વળ્યાં હતા. પુલ પરથી પાણી વહેતુ હોવાના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. પાણી ઉતારવાની જોઈને પુલ ની સામે પાર લોકો ઉભેલા દેખાઈ રહ્યા છે


સુરતમાં પણ વિરામ બાદ  મેઘરાજાએ પધરામણી  કરી છે, સુરત શહેર સહિત આસપાસના ગામડાં વરસાદ (rain)  વરસાદ વરસતાં ગરમી અને બફારાથી રાહત મળી હતી. સુરતના નાના વરાછા, સીમાડા, સરથાણા વિસ્તારામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.


તો બીજી તરફ ગાંધીનગરમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર  વરસાદની શરૂઆત થઇ હતી. ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસતા તાપમાન ઘટતા ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે. ગાંધીનગર સહિત અડાલજ, શેરથા, પેથાપુર, ભાટમાં વરસાદ વરસતાં  ખેડૂતામાં ખુશી છવાઇ ગઇ છે.ઉપરવાસમાં ભારે વરસાદથી દાહોદની પાનમ નદી બે કાંઠે વહી રહી છે. ધાનપુરમાં પાનમ નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે


સાબરકાંઠા જિલ્લામાં ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે જમાવટ કરી છે. અહીના પોશીના, બ્રહ્મપુરી, રેવાસ,વસાઈ સહિતના ગામોમાં વિરામ બાદ વરસાદના આગમનથી ગરમી ઉકળાટથી રાહત મળી છે.સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં ખૂડતોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી મેઘરાજાએ પધરામણી કરી છે. વાસાવડ, કેશવાળા, રાવણા,ધરાળા, મોટી ખિલોરી, પાટખિલોરી વાસાવડ ગામે 2થી 2.50 ઈંચ  જેટલો છૂટછવાયો વરસાદ વરસતાં ખેડૂતોએ રાહત અનુભવી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો ઉંચકાયો હતો અને લોકો કાળઝાળ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કરતા હતા જો કે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.