Gujarat Rain forecast: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદે (rain) વિરામ લીધો છે.  જો કે 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના (rain) રાઉન્ડની શક્યતા છે. હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ આકાર લઇ રહી છે. આ વરસાદી  (rain)સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતાં ગુજરાતમાં 25 ઓગસ્ટ બાદ ફરી વરસાદની આગાહી હવામાન વિભાગે (Meteorological Department) કરી છે.  હવામાન વિભાગની (Meteorological Department) આગાહી ( forecast) મુજબ 25 ઑગસ્ટથી આગામી 4 દિવસ  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.


હવામાન વિભાગની આગાહી મુજબ  25 ઓગસ્ટથી  વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી  ગીર સોમનાથ, અમેરેલી, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે.


હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી શરૂ થતાં વરસાદના રાઉન્ડમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનુ અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની શકયતા છે.  ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 74 પોઈન્ટ 68 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 88 પોઈન્ટ 99 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો 55 પોઈન્ટ 97 ટકા વરસાદ વરસ્યો છે તો  ઉત્તર ગુજરાતમાં.. સૌરાષ્ટ્રમાં 82 પોઈન્ટ 26 અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 59 પોઈન્ટ 22 ટકા વરસાદ  વરસ્યો છે.


હવામાન વિભાગે  દેશના 22 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ભારતીય હવામાન વિભાગના મતે ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર પ્રદેશ,  ગોવા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.24 થી 26 ઓગસ્ટ સુધી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે.  મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દૌર સહિત 31 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.