કોરોનાની સારવાર લીધા બાદ લોકોને થતી મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો થયો છે. મ્યુકરમાઈકોસિસ સામાન્ય રીતે દર્દીના શરીરમાં ડાયાબિટીસ વધવાના કારણે થતો રોગ છે. જોકે હવે આ પરિસ્થિતિ બદલાઈ છે અને કોરાનાની સારવારમાં સ્ટીરોઈડ અને હેવી એન્ટીબાયોટીક દવાઓના કારણે મ્યુકરમાઈકોસિસ કેસમાં વધારો થઈ રહ્યો છે.
જો વાત કરીએ એના લક્ષણોની તો મજબૂત દાંત હોય તો પણ એકાએક હલવા લાગે. પેઢામાં પરુ થાય, તાળવાનો રંગ બદલાય, ગાલ પર સોજો આવે, ગાલનો રંગ બદલાય, ઉપરનું જડબું, નાકનું હાડકું, આંખ નીચેનું હાડકું ખવાઈ જાય છે. દર્દીને ડાયાબિટીસ હોય અને જો કોરોનામાં સ્ટિરોઈડની જરૂર પડી હોય અને પાંચથી વધુ દિવસ ઓક્સિજન પર રહેવું પડ્યું હોય તેમને મ્યુકર માઈકોસિસ થવાની શક્યતા રહેલી હોય છે.
ઇન્ફેક્શન થયું હોય ત્યાથી તેનો નમૂનો લઈ અને બાયોપ્સી કર્યા બાદ જ મ્યુકરમાઈકોસિસ છે કે કેમ તેની જાણ થાય છે. તેની સારવાર ખૂબ મોંઘી છે. તેની સારવાર માટે જરૂરી ઇંજેક્શનની પણ હાલ અછત છે. જો દવા કંપનીઓ પ્રોડક્શન વધારે તો જ દર્દીઓને રાહત મળી શકે તેમ છે.
મ્યુકરમાઇકોસિસિની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકરમાયકોસિસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે. જેથી તેની ઘાતક અસરથી બચી શકાય અને મ્યુકરમાયકોસિસના ગંભીર પરિણામનું ભોગ ન બનવું પડે.તો મ્યુકરમાયકોસિસ ફંગસના ચાર સ્ટેજ ક્યાં છે અને પ્રથમ સ્ટેજના શું લક્ષણો છે. જાણીએ.
મ્યુકરમાયકોસિસના કયાં 4 સ્ટેજ છે જાણો
- પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.
- બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે
- ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે
- ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે
મ્યુકરમાયકોસિસનાં લક્ષણો ક્યાં છે?
- મોંમા રસી આવવી
- મોંમાં છાલા પડી જવા
- આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો
- ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું
- આંખના નીચેના ભાગમાં દુખાવો થવો
- દાંત હલવા લાગવા