AAP Gujarat election results: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મળેલી કારમી હાર બાદ હવે પહેલા છત્તીસગઢ અને હવે ગુજરાતમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીએ કેટલીક મહત્વપૂર્ણ બેઠકો જીતી છે. ગુજરાતમાં AAPનું ખાતું ખોલાવવાનું, દિલ્હીમાં હારથી નિરાશ થયેલી પાર્ટીને મોટો બૂસ્ટર ડોઝ માનવામાં આવી રહ્યું છે.


દેવભૂમિ દ્વારકામાં વિજય:


સલાયા નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં AAPના ઉમેદવારોનો વિજય.


વોર્ડ 1 માં તમામ ઉમેદવારોના જીત અને વોર્ડ 2માં AAPના ચારેય ઉમેદવારોની વિજયી સફર.


જૂનાગઢ જિલ્લા:


માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં AAPના ચારેય સભ્યોના વિજય.


ગીર સોમનાથ જિલ્લાની ચિત્રવાડ તાલુકા પંચાયતમાં:


AAPના ઉમેદવાર રાજ પડાણીયાનું સરસ પ્રદર્શન, પણ 31 મતથી હાર.


રાજ્યની તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં પાંચ મોટા રાજકીય અપસેટ સર્જાયા છે, જેણે રાજકીય પંડિતો અને પક્ષોને વિચારતા કરી દીધા છે. આ અપસેટ માત્ર અમુક વ્યક્તિઓ કે પક્ષોની હાર નથી, પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા બદલાવનો સંકેત આપે છે.


ગીર સોમનાથમાં વિમલભાઈની ચેલેન્જે કોંગ્રેસને કરી નિરાશ:


ગીર સોમનાથ જિલ્લામાં વિમલભાઈ દ્વારા ઉભા કરાયેલા પડકારે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે.  વિમલભાઈની મજબૂત ઉમેદવારીના કારણે કોંગ્રેસ અહીં ધાર્યા પરિણામો લાવી શકી નથી. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારમાં આ વખતે પરંપરાગત વોટબેંકમાં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.


ચોરવાડ પાલિકામાં 10 વર્ષથી કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંતભાજપનું શાસન:


ચોરવાડ પાલિકામાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે.  ભાજપે અહીં શાનદાર વાપસી કરી છે અને પાલિકામાં પોતાનું શાસન સ્થાપ્યું છે. આ પરિવર્તન કોંગ્રેસ માટે મોટો ઝટકો છે, જે લાંબા સમયથી અહીં મજબૂત સ્થિતિમાં હતી.


જૂનાગઢના ગિરીશ કોટેચાના દબદબાનો અંતપુત્ર પાર્થ કોટેચાની હાર:


જૂનાગઢમાં છ વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે. માત્ર ગિરીશ કોટેચા જ નહીં, પરંતુ તેમના પુત્ર પાર્થ કોટેચા પણ આ ચૂંટણીમાં હારી ગયા છે. કોટેચા પરિવારનો આ પરાજય જૂનાગઢના રાજકારણમાં એક યુગના અંત સમાન છે.


દ્વારકાની સલાયા પાલિકાના ત્રણ વોર્ડમાં AAPની લહેરચારેય ઉમેદવારની જીત:


દ્વારકાની સલાયા પાલિકાના ત્રણ વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP)ની લહેર જોવા મળી હતી. વોર્ડ નં 1, 2 અને 3માં AAPના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.  AAPની આ એન્ટ્રી અન્ય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે AAP હવે નાના શહેરોમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે.


રાણાવાવ- કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજયઢેલીબેનના શાસનનો અંત:


રાણાવાવ-કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે. કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા ઢેલીબેનના એકહથ્થુ શાસનનો પણ અંત આવ્યો છે. સમાજવાદી પાર્ટીનો આ વિજય પ્રાદેશિક પક્ષોની વધતી જતી તાકાતનો સંકેત આપે છે.