કાળઝાળ ગરમીની શેકાવા માટે થઈ જજો તૈયાર. કેમ કે આગામી પાંચ દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાનમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું.


અમદાવાદમાં શુક્રવારે તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતુ. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થશે. 


રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ડીસામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ, ગાંધીનગર, ભાવનગરમાં 33 ડિગ્રી તાપમાન નોધાયું છે. જો કે આગામી ચાર દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી તેવી શક્યાતા છે.


હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપસમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.


ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.