ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં હાથ ધરાશે ભરતી પ્રક્રિયા. અલગ અલગ 1 હજાર 382 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં બિન હથિયારી પીએસઆઈ માટે 202 , બિન હથિયારી મહિલા પીએસ આઈ માટે 98 , બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઈનસ્પેકટર પુરૂષ માટે 659 અને મહિલા માટે 324 જગ્યા પર ભરતી કરાશે. તો ઇન્ટેલીજન્સ ઓફિસર માટે કુલ 27 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 


પોલીસ વિભાગમાં યોજાનારી આ મોટા પ્રમાણની ભરતી માટે ઉમેદવારો 16 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેના માટે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે.


રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત



  • પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી

  • બિન હથિયારધારી PSIની  202 જગ્યા

  • બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ

  • હથિયારધારી PSI ની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા

  • મહિલા ઈન્ટેલિજન્ટ ઓફિસરની 9 જગ્યાઓની ભરતી

  • બિન હથિયારધારી મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ

  • બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા

  • 16 માર્ચથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે

  • ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે

  • 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે