પાટણ: રાધનપુરમાં એક સંત જીવતા જીવ સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો.  સમાધિ લેવાનો નિર્ણય કર્યો તેઓનું નામ જીવાભાઈ જગસીભાઈ વાવરિયા છે.  તેમના પત્નીનું કુદરતી નિધન થતા પોતે પણ જીવતા સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. 




જીવાભાઈને પોલીસ મથકે લાવી તંત્ર દ્વારા સમજવામાં આવ્યા હતા. બાદમાં મામલતદારના જામીન બાદ જીવાભાઈને મુક્ત કરાયા છે.  બાદમાં સમાજના આગેવાનો તેમજ જીવાભાઈની હાજરીમાં   રુખીબેનની અંતિમ યાત્રા યોજાઈ હતી.  પોલીસે દાવો કર્યો કે તેઓ હવે સમાધી નહી લે. 



તેમના પત્ની રૂખીબેનનું નિધન થતાં તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો.  તેમના  પત્ની રૂખીબેન પણ ધાર્મિક હતા. સંતે વાત કરતા કહ્યું કે,  અમે જન્મો જન્મના કોલ આપ્યા હતા એટલે ભેગું રહેવાનું છે અને ભેગી સમાધિ લેવાની છે. 


સંતે આગળ કહ્યું કે  મારા ઉપર કોઈનું પણ દબાણ નથી. સમાધિ માટે મને ભગવાનની મંજૂરી મળી છે. પોતાની જાતને મોક્ષ મળે તે માટે સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. જીવાભાઈ જગસીભાઈ વાવરિયાએ પત્નીના નિધન બાદ પોતે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. સમાધિ સ્થળે ભક્તોની ભીડ ભેગી થઈ હતી.   પોલીસને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા છે.  સમાધિ પર રોક લગાવવા આગેવાનો સાથે મંત્રણા કરવામાં આવી હતી. હવે જીવાભાઈએ સમાધિ લેવાનો નિર્ણય રદ કર્યો છે.  


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.  


કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે


આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે.  જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે.  આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા છે.  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.