ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 323 નવા કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.99 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,61,224 પર પહોંચી છે.
ગુજરાતનું અર્થતંત્ર ફરી પાટા પર ચઢ્યાનો નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે. વર્ષ 2020 કોરોના કાળ હોવા છતાં આવકમાં મોટો વધારો થયો છે. જાન્યુઆરી 2020 કરતા જાન્યુઆરી 2021માં આવકમાં 300 કરોડનો વધારો થવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ પેટ્રોલ-ડિઝલનું વેચાણ અને ઔદ્યોગિક વીજ વપરાશમાં પણ વધારો થયો હોવાની વાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે.