Unseasonal rains: માવઠા (Unseasonal Rain)ને કારણે ખેડૂતો (Farmer)ને થયેલા નુક્સાનને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. વિભાગ તરફથી પણ માવઠા (Unseasonal Rain)ના કારણે ખેડૂતો (Farmer)ના પાકને થયેલું નુકસાન અંગેનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી હતી. 17 તારીખ સુધી માવઠા (Unseasonal Rain)ની આગાહી હતી. જેથી આવતીકાલે મને સમગ્ર પરિસ્થિતિનું અહેવાલ મળશે. અહેવાલ મળ્યા બાદ અમારા વિભાગ તરફથી સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ જરૂરી જે કોઈ પણ કાર્યવાહી કરવાની હોય તે કરાશે. જો કે તેમને સાથે જ કહ્યું કે હવામાન વિભાગે અગાઉ કરવામાં આવેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મીટીંગ બોલાવી હતી. જે મિટિંગમાં જરૂરી પગલાં લેવા માટેના સૂચનો અધિકારીઓને કર્યા હતાં.


હિટવેવ (Heatwave)ને લઈ પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હીટવેવને લઈ રાજ્ય સરકાર ખૂબ જ ચિંતીત છે. હિટવેવ (Heatwave)ને  લઈ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જે કોઈપણ જરૂરી સૂચનો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. હીટવેવથી બચવા માટે ના સૂચનો અને જરૂરી પગલાં લેવા માટે ની સૂચના આરોગ્ય વિભાગ તરફથી લોકોને આપવામાં આવી છે.


માવઠાથી નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની કોંગ્રેસે માંગ કરી હતી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી. ચાવડાએ કહ્યું હતું કે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયુ છે. સર્વે માત્ર કાગળ પર નહીં પણ વળતર ચૂકવામાં આવે. ગત વર્ષમાં નુકસાનીની સહાય પણ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થાય છે.


જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે. હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ બે હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે માવઠુ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હતું. તેમાંય હવે માવઠુ વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે. કેરી પકવતા ખેડૂતોએ સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.