આજે ચાર્ટર પ્લેન દ્વારા પાર્થિવ દેહ વડોદરા લવાયા બાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવશે. આવતીકાલે ગુરુવારે સવારે 10 વાગ્યે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ થશે.
વડોદરા એરપોર્ટ ઉપર થી એમ્બ્યુલન્સમાંથી પાર્થિવદેહને બહાર લાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કૉંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ તથા હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ આપી હતી. હાલ તેમના પાર્થિવદેહને અંકલેશ્વર જવા રવાના કરવામાં આવ્યો છે. અહમદ પટેલની દફન વિધિમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે 3.30 વાગે નિધન થયું હતું. તેમના દીકરા ફેસલ પટેલે નિધનની જાણકારી આપી હતી. થોડાક દિવસો પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા.