Vipul Chaudhary: મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરી અત્યારે જેલમાં છે. ત્યારે હવે વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે કરી અરજી કરીને જામીન આપવા માટે માંગ કરી છે. વિપુલ ચૌધરી દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી આ જામીન અરજીમાં કહેવાયું છે કે, રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે.


જામીન અરજીમાં વિપુલ ચૌધરીએ શું કહ્યું?


ગુજરાત હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી જામીન અરજીમાં રજૂઆત કરાઈ છે કે, રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ સાથે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ ફરિયાદ જામીન અરજીમાં કરાઈ છે. વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત હાઈકોર્ટને કરાઈ છે. નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીએ માંગણી કરી છે.


વિપુલ ચૌધરીની અરજીનો સરકારે વિરોધ કર્યોઃ


ગુજરાતમાં હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી આ જામીન અરજીનો રાજ્ય સરકાર તરફથી વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અરજીના જવાબમાં એન્ટીકરપ્શન બ્યુરોને વિપુલ ચૌધરી સામે મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીના તેમના કાર્યકાળમાં 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે ACBએ વિપુલ ચૌધરી પર કેસ કર્યો છે.


લવિંગજીને મનાવવા અલ્પેશ ઠાકોરના હવાતિયા, ઇશારો કરી નામ એનાઉન્સ કરવાનું કહ્યું પણ..


Gujarat Election : ગુજરાતમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી.  વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. લિવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ  મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. 


રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશના વિરોધમાં હતા. ત્યારે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. સાથે સ્ટેજ પરથી અલ્પેશ ઠાકોરે લવિંગજીને ઈશારામાં તેમનું નામ એનાઉન્સ કરવાનું કહેતા લવિંગજીએ ન કરતા લાચાર પડ્યા હતા. એટલું જ નહીં, તેમણે મંચ પરથી નીચે ઉતરતી વખતે કૈલાશ જોશીને તેમનું નામ ન બોલ્યા તેમ કહ્યું હતું.